5 દિવસ ગોવામાં ફરવાનો ખર્ચ ₹500થી પણ ઓછો! આ રીતે કરી બજેટ યાત્રા - Blogging Rewards

5 દિવસ ગોવામાં ફરવાનો ખર્ચ ₹500થી પણ ઓછો! આ રીતે કરી બજેટ યાત્રાગોવા – આ નામ સાંભળતાની સાથે જ મગજમાં સૌથી પહેલો વિચાર આવે દરિયો અને ઘણી બધી મસ્તી. પણ પછી તરત જ જે વિચાર આવે અને આપણને ઉદાસ કરી જાય એ છે ત્યાંનો ખર્ચ. કોઈ પણ ટ્રીપ પર મસ્તી અને ખર્ચ વચ્ચે સમાધાન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, અને એમાં પણ જયે ગોવાની વાત થતી હોય ત્યારે કહેવું પણ શું. અહીં કેબ મોંઘી છે ને સ્કૂટી કે બાઈક રેન્ટ પર લેવાનો રોજનો ખર્ચો પણ 500 રૂપિયાથી ઓછો નથી. એમાં પણ પેટ્રોલ અલગથી..
ગોવામાં કાર રેન્ટ પર લેવી એ તો કલ્પનાથી બહાર છે. અહીં એપથી કાર બુકિંગની સુવિધા નથી અને લોકલ ટેક્સી ડ્રાઈવર મંમારજી પ્રમાણે ભાડું વસુલ કરતા હોય છે. માત્ર મડગાંવ રેલવે સ્ટેશનથી અંજુના કે બાગા લગભગ 50 કિલિમીટરનું ભાડું તમને ઓછામાં ઓછું 1800 રૂપિયા લાગી જશે અને પાલોલેમની 35 કિલોમીટરની યાત્રાનો ઓછામાં ઓછો ખર્ચ 1200 રૂપિયા થઇ જશે. આટલા ખર્ચમાં છૂટથી ગોવાનો આનંદ માણવો એ કોઈના પણ માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
ગોવા માટે ફલાઇટ કે ટ્રેનને બદલે દક્ષિણ મહારાષ્ટ્રના માલવણથી બસ લીધી અને ગોવામાં માપુસા બસ સ્ટેન્ડ પર ઉતર્યો. આ ઉત્તર ગોવાનું સૌથી મોટું બસ સ્ટેન્ડ છે અને અહીંથી તમને આરામબોલ, અંજુના, કલંગુટ, કંડોલિમ, બિચોલીમ અને પંજીમ માટે સીધી બસો મળી જાય છે. આ બસો સુવિધાજનક હોય છે અને સાથે ઓવરલોડ પણ નથી કરતી. અંજુના સુધી 10 કિલોમીટરની યાત્રાનો ખર્ચ આ બસ દ્વારા માત્ર 20 રૂપિયા જ થાય છે.
બીજો દિવસ અંજુના, સિઓલિમ અને બાગમાં વિતાવ્યો અને પછી મિત્રો આવી ગયા એટલે મને ત્યાંના પરિવહન પર કોઈ જ ખર્ચ ન કરવો પડ્યો.
ત્રીજા દિવસે સિઓલિમમાં પોતાના મિત્રના ઘરેથી માપુસા અને પછી ત્યાંથી અંજુના માટે બસ લીધી જેનું ભાડું માત્ર 30 રૂપિયા જ થયું. હોસ્ટેલથી ચેક આઉટ કર્યા બાદ સ્ટારકો જંક્શથી બસ લઈને પહેલા માપુસા અને પંજીમ ગયો, જેનું બસનું ભાડું 30 રૂપિયા થયું.
પંજીમ ગોવાની રાજધાની છે. અહીંથી તમને આખા ગોવા માટે બસ મળી રહે છે.
પંજીમથી રીબન્દર સુધીના આવવાનું ભાડું માત્ર 10 રૂપિયા જ થયું. અહીંથી તમને એક ફ્રી ફેરી મળશે જે તમને ચોરાઓ અને દીવાર દ્વીપ લઈ જશે. આગળ બાસિલિકા ઓફ બોમ જીસસ જોવા વેલ્હા ગોવા ગયો, ત્યાંથી પંજીમ પાછા ફરવાનું ભાડું 10 રૂપિયા હતું.
પછીના દિવસે, પંજીમથી મડગાંવ સુધી 40 કિ.મી.ની મુસાફરી 30 રૂપિયામાં થઇ. ત્યાંથી કન્સોલિમ માટે 10 રૂપિયાની ટ્રેનની ટિકિટ. મડગાંવ એ મધ્ય ગોવાનું બીજું મુખ્ય બસ સ્ટેન્ડ છે, જ્યાંથી તમને આખા શહેર માટે બસ મળી જશે.
ચોથા દિવસની મુસાફરીમાં પલોલેમ તરફ જવાનું થયું. કન્સોલિમથી મડગાંવ માટે 10 રૂપિયાની ટ્રેન અને પછી થી કોનકોના જવા માટે 35 રૂપિયાનો ખર્ચ થયો. પરત ફરી વખતરે આ જ રીતે આવ્યો અને તેનો કુલ ખર્ચ ફક્ત 45 રૂપિયા હતો.
મારી અંતિમ દિવસની મુસાફરીમાં હું કન્સોલિમથી વાસ્કો ગયો, જ્યાંનું બસનું ભાડુ 20 રૂપિયા હતું. ત્યાં હું રેલ્વે સ્ટેશનની પાસેની એક હોટલમાં રોકાયો. પાછા મડગાંવ આવવાનું ભાડું પણ માત્ર 20 રૂપિયા જ આવ્યું.
અહીંથી એરપોર્ટ સુધી, મારી હોટલની બહારથી ટેક્સીનું ભાડું 350 રૂપિયા હતું. પરંતુ મેં ટેક્સીને બદલે બસમાં જવાનું પસંદ કર્યું. વાસ્કો રેલ્વે સ્ટેશનથી મડગાંવની બસ લઇને હું ડબોલીમ એરપોર્ટ પર ઉતર્યો, જ્યાં આવવા માટે મારે માત્ર 10 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Articles Ads

Articles Ads 1

Articles Ads 2

Advertisement Ads